હિન્દુ કેલેન્ડર મુજબ, માહ મહિનામાં સુદ સાતમ ના દિવસે દર વર્ષે નર્મદા જયંતી મનાવવામાં આવે છે. આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પૂજા કરે છે જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પવિત્ર નર્મદા નદી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતાં પછી અરબી સમુદ્રને મળે છે. આવો જાણીએ નર્મદા નદી વિષે કેટલીક રસપ્રદ વાતો નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા – યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે ...